મોરબીના સો ઓરડી વિસ્તારમાંથી બે બાળકીઓ ગુમ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા જ ચકચાર મચી જવા પામ્યો છે. ૧૨ વર્ષીય સ્નેહા વિશાલ સીરોયા અને ૧૫ વર્ષીય મહિમા પ્રતાપભાઈ મકવાણા નામની બન્ને બાળકીઓ ગત તા.૩૧ ઑગસ્ટ સાંજે ભાગ લેવા જવાનું કહી બહાર ગઈ હતી અને પરત જ ફરી ન હતી. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સ્થાનિક સ્તરે શોધખોળ બાદ પતો ન લાગતા પરિજનોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે બાળકીઓને શોધવા કવાયત હાથ ધરી છે.