ગુજરાત સરકાર ના ઢોર નિયંત્રણ ના કાયદાને પરત ખેંચવા તેમજ ગૌચરની જમીનો પરના કબ્જા ખાલી કરાવવા અને માલધારીઓને ખેડૂતનો દરજ્જો આપવા સહિતની અનેક માંગણીઓને લઈને માલધારીઓએ આવતીકાલે તા ૨૧ ના રોજ એક દિવસ દૂધ નહીં વેચવાનો નિર્ણય લીધો છે.
જેમાં મોરબીમાં આજથી જ દૂધ ની અછત વર્તાઈ રહી છે જેમ મોરબીની અનેક ડેરીઓમાં લોકો દૂધ મેળવવા માટે પડાપડી કરતા નજરે ચડયા હતા જ્યારે અમુક દુકાનદારો સાથે નાનામોટા ઝઘડા થવાના બનાવો પણ બન્યા છે હજુ આવતીકાલે દૂધ નહિ વેચવાનો માલધારીઓ નિર્ણય કર્યો છે ત્યારે આજથી જ મોરબીમાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે અને માલધારીઓ દ્વારા ડેરીઓ ને પણ દૂધ વેચવામાં નહીં આવે એવો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આવતીકાલે દૂધ વેચવાની હળતાલનો દિવસ હોય ત્યારે કાલે લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે.