Monday, November 18, 2024
HomeGujaratધાંગધ્રા હળવદ પંથકમાં ચાલતી એસટી બસ બંધ કરી દેવાતા લોકોમાં ઉઠી રહ્યો...

ધાંગધ્રા હળવદ પંથકમાં ચાલતી એસટી બસ બંધ કરી દેવાતા લોકોમાં ઉઠી રહ્યો છે રોષ, વહેલી તકે એસટી બસ ચાલુ કરવા કરાઈ માંગ

ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર અને રાજકોટ એસટી બસ સેવા બંધ કરાતા ધાંગધ્રા હળવદ પંથકના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા મૌખિક તેમજ ટેલીફોનીક અનેકવાર રજૂઆત કરવા છતાં નિભંર એસટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. અને હજુ એસટી સેવા શરૂ કરાઇ નથી. હળવદને વિશ્ર્વ ગુરુ બનાવા શહેરમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સામાન્ય એવી એક બસ પણ ધારાસભ્ય ચાલુ ન કરાવી શકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજૂઆતને એસટી તંત્ર ધોળીને પી ગયું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પંથકના છેવડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકારે બસ સેવા શરૂ કરી હતી. ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર અને રાજકોટ જતી બસ અમુક અધિકારીઓના પાપે બંધ કરી દેવામાં આવી છે. અનેક વાર હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મૌખિક તેમજ ટેલીફોનિક રજૂઆત કરવા કરવા છતાં આજ દીન સુધી આ નિમ્ભર એસટી તંત્રએ બસ સેવા શરૂ કરી નથી. જે એક માત્ર બસ બંધ થતા છેલ્લા ઘણા વર્ષોથી ધાંગધ્રા વાયા વાકાનેર હળવદ ચાલતી હતી જે સવારે ધાંગધ્રાથી ૭.૦૦ ઉપડતી હતી અને આવકમાં રાજકોટ થી બપોરના ૧.૦૦ વાગે ઉપડતી હતી જેના કારણે મુસાફરોને આવક જાવકમાં સરળતા પડતી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા અચાનક છેલ્લા ઘણા સમયથી બસ સેવા બંધ કરી દેતા છેવાડાના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીમાં નોકરી, ધંધો ધર, સામાન ખરીદી માટે આવક જાવકમાં મુશ્કેલીનું સામનો કરવો પડી રહ્યો છે. છેવાડાના વિસ્તારમાં ગામડામાં જતી એકમાત્ર બસ અચાનક બંધ થતા ગ્રામ્ય વિસ્તારના લોકો રખડી પડ્યા છે,કાળજાળ ગરમીમાં ન છૂટકે સટલ રિક્ષા સહિત વાહનોનો પેસેન્જરોએ સહારો લેવો પડી રહ્યો છે. જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. એસટી સેવા બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ધાંગધ્રા, હળવદ, વાંકાનેર અને રાજકોટ મથકને જોડતી એકમાત્ર બસ બંધ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજકોટ એસટી તંત્રના ડીટીઓને હળવદ બસ સ્ટેન્ડ ઉદઘાટન વખતે રૂબરૂ રજૂઆત કરી હતી. અને ત્યારબાદ અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી બસ ચાલુ ન કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય શું એકમાત્ર બસ સેવા શરૂ નથી કરાવી શકતા એવી ચર્ચા પણ શહેરીજનોમાં ચાલી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!