Wednesday, April 8, 2026
HomeGujaratરાજકોટ-મોરબી વિસ્તારમાં આગામી સાત દિવસ માવઠાની શક્યતા નહીંવત્, તાપમાનમાં વધારો થવાની આગાહી

રાજકોટ-મોરબી વિસ્તારમાં આગામી સાત દિવસ માવઠાની શક્યતા નહીંવત્, તાપમાનમાં વધારો થવાની આગાહી

રાજકોટ અને મોરબી વિસ્તારમાં ૮ એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધીના સમયગાળામાં વરસાદ કે માવઠાની કોઈ શક્યતા નથી. હવામાન સૂકું રહેશે અને આકાશ મોટેભાગે સ્વચ્છ જ રહેવાની સંભાવના છે. આ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી છે.

- Advertisement -
- Advertisement -

સ્થાનિક હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)એ આપેલી વિગતો અનુસાર, આગાહીના સમયગાળામાં વરસાદની સંભાવના લગભગ શૂન્ય છે. તાપમાન વધતું જશે. હાલના બે દિવસ તાપમાન ૩૪થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે. ૧૦ એપ્રિલથી સૂકા પવનોના કારણે તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે. ત્યારબાદ ૧૧થી ૧૫ એપ્રિલ દરમિયાન મોરબી અને રાજકોટ વિસ્તારમાં તાપમાન ૪૦થી ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પવનની વાત કરીએ તો, હાલમાં બે દિવસથી સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે, જેમાં આજે થોડોક ઘટાડો થશે. આવતીકાલથી પવન શાંત પડી જશે અને આગાહીના સમયગાળામાં પવનની ઝડપ સામાન્ય રહેવાની સંભાવના છે. આવતીકાલ પછી પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી જ ફૂંકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!