મોરબીમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ અકાળે મોતના બનાવો નોંધાયા છે. જેને લઇ જિલ્લાભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ત્યારે મળતી માહિતી અનુસાર, મોરબીનાં કંડલા બાયપાસ દુર્લભ પાર્ટી પ્લોટ પાછળ આનંદનગર મહાદેવ મંદીર વાળી શેરીમાં રહેતા કસ્તુરબેન વેલજીભાઇ વાઢેર નામના વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેઓને છાતીમાં દુઃખાવો થતો હોય અને સારવાર કરવા છતા મટતો ન હોય જેથી લાગી આવતા પોતાની જાતે ગઈકાલે એસીડ પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું છે.
જયારે અન્ય બનાવમાં, રંગપર બેલા રોડ લિઝાર્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમા રહેતા બહાદુરસીંગ જગદીશસીંગ સિંગને લિઝાર્ડ કારખાનાના લેબર રૂમમા ગઈકાલે સુતા હતા. તે દરમ્યાન અચાનક છાતીમા દુખાવો થતા તેને દિપકભાઇ નામના શખ્સ મોરબી સમર્પણ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લઇ ગયેલ હતા. જ્યાં તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી. બીજી બાજુ મોરબીના ખારચીયા ગામે આવેલ કાંતિભાઇ તરશીભાઇ વાઘેલાની વાડીમા રહેતી પિનુબેન ફુલસીંગ માવી નામની યુવતીએ રહેણાંક મકાનમાં કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી હતી અને મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.