Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસે બે આપઘાતનાં બનાવો નોંધાતા ખળભળાટ

મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસે બે આપઘાતનાં બનાવો નોંધાતા ખળભળાટ

મોરબીમાં આપઘાતનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં મોરબી જિલ્લામાં બે આપઘાતના બનાવો નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, ટંકારાનાં ધુનડા (સ) ગામે રહેતા ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ બરાસરા નામના યુવકે નવાગામ અને ધુનડા(સ) વચ્ચે ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેઓને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, હળવદનાં સંજયભાઇ ભીખાભાઇ પટેલની વાડી રાણેકપર ગામની સીમમાં રહેતા મૂળ છોટાઉદેપુરના ચકુબેન રામાભાઇ ભીલ નામના પરણિતાને તેના પતિ સાથે રસોઇ બનાવા બાબતે બોલાચાલી થતા પરણિતાને લાગી આવતા પોતાની જાતેથી ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. તેમજ સમગ્ર મામલે ટંકારા પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!