Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં ઘર બંધ કરીને બાળકોના જિલ્લા મહાકુંભ કાર્યક્રમમાં ગયેલ પરિવારના ઘરના તસ્કરો...

મોરબીમાં ઘર બંધ કરીને બાળકોના જિલ્લા મહાકુંભ કાર્યક્રમમાં ગયેલ પરિવારના ઘરના તસ્કરો કળા કરી ગયા:રૂપિયા ૫૩૦૦૦ની માલમતાની ચોરી

મોરબીમાં રહેતો પરિવાર પોતાનું મકાન બંધ કરી ને સંબંધીને ત્યાં અને બાદમાં પોતાના બાળકોને લઈને જિલ્લા મહાકુંભ માં ભાગ લેવા માટે ગયેલ હોય તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનમાં હાથ ફેરો કર્યો હતો જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ મોરબી a શનાળા રોડ પર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ શ્રીજી નગર સોસાયટીમાં રહેતા અલકાબેન દિનેશભાઈ ચેતા નામના મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૬ ના રોજ તેઓ પોતાના સબંધી ને ત્યાં ગયા હતા અને ત્યાર બાદ બીજે દિવસે પોતાના બાળકોને જિલ્લા કક્ષાના મહાકુંભમાં ભાગ લીધો હોય તો ત્યાં ગયા હતા આ દરમિયાન તેઓના ઘરમાં અજાણ્યા ચોરો એ ત્રાટકી ને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ નો લોક તોડી સોનાનો ચેન,સોનાની પેન્ડલ બુટી,ચાંદીની લક્કી,ચાંદીના સાંકળા,ચાંદીની પ્યાલી તેમજ ચાંદીની વાટકી અને રુદ્રાક્ષ નું ચાંદી નુ પેંડલ ની કુલ કિંમત રૂપિયા ૪૮૦૦૦ તેમજ રોકડ રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૫૩૦૦૦ ના મુદ્દામાલ ની ચોરી કરી ગયા હતા.જે સમગ્ર મામલે મકાન માલિક દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!