વાંકાનેરમાં એક રહેણાંક વિસ્તારમાથી રૂ.૧.૨૧ લાખના દાગીનાની ઘરફોડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ઘરધણીએ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના પટેલ સમાજ સામે આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા હરપાલસિંહ ગુમાનસિંહ જાડેજા (ઉ.વ ૩૯) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તા.૧૨ રોજ પોતાના પરિવાર સાથે તેમના વતન જામનગર ગયા હતા. પાછળથી બંધ રહેલાં તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ ફરીયાદીના બંધ મકાનના મેઈન દરવાજાનો તેમજ ઉપરના રૂમના દરવાજાનો નકુચો તણી જેવા હથીયાર વડે કાપી ઘરમા પ્રવેશી કોઈએ ફરીયાદીના મકાનમા કબાટમા રાખેલા સોના-ચાંદીના દાગીના જેમા સોનાની બુટી, સોનાની માથાની પીન, સોનાની કાનની સર, સોનાની લક્કી તેમજ પેન્ડલ તેમજ ચાંદીના સાકળા, જુડો, માછલી તેમજ રોકડા રૂ.૮૦૦૦ તેમ મળી કુલ રૂ.૧,૨૧,૬૦૦ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.બાદમાં તેઓ જામનગરથી પરત ફરતા ઘરની તપાસમાં ચોરી થયાનું માલુમ પડતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને ધોરણસરની તપાસ હાથ ધરી છે.