Monday, November 18, 2024
HomeGujaratકોરોના વેકસીનેશન માટે મોરબીમાં વધુ ત્રીસ સબ સેન્ટર મંજુર કરાયા, વધુ ત્રણ...

કોરોના વેકસીનેશન માટે મોરબીમાં વધુ ત્રીસ સબ સેન્ટર મંજુર કરાયા, વધુ ત્રણ પ્રાઈવેટ હોસ્પિટલોને પણ રસીકરણ માટે મંજુરી અપાઈ

મોરબીમાં હવે રવિવાર તથા બુધવારે પણ કોરોના રસીકરણ ચાલુ શાખાના નિર્ણય સાથે નવા ત્રીસ સબ સેન્ટર અને વધુ ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલને પણ વેકસીનેશન માટે મંજુરી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હાલ મોરબી જિલ્લામાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલો, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ઉપરાંત બે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં વધારો કરીને મોરબી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત તે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં એક એક ગ્રામ્ય કક્ષાના દુર્ગમ સબ સેન્ટર એમ કુલ ૩૦ દુર્ગમ સેન્ટર ઉપર પણ આ કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉની આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલ મોરબી ખાતે રસીકરણ કરવામાં આવતું હતું તદઉપરાંત રાજ્ય કક્ષાએથી વેકસીનેશન સેન્ટરની મંજૂરી મળતા મોરબીની નક્ષત્ર હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ તથા હળવદમાં ઓમ હોસ્પિટલમાં પણ કોરોના રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે.

ખાનગી હોસ્પિટલમાં સરકારના નિયમ અનુસાર પ્રતિ ડોઝ રસીના રૂપિયા ૧૫૦/ તથા સર્વિસ ચાર્જનાં રૂપિયા ૧૦૦ લેખે આમ કુલ મળીને પ્રતિ ડોઝના રૂ.રપ૦ ચૂકવીને રસીકરણ કરાવી શકશે. જયારે સરકારી દરેક સેન્ટરો ઉપર રસી તદન વિનામુલ્યે આપવામાં આવશે.

મોરબી જિલ્લાની ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તથા ૪પથી વર્ષ ઉમરના અન્ય રોગ ધરાવતા( બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનરનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા) તમામ લોકો નજીકના રસીકરણ સેન્ટર ઉપર જઈને કોરોનાની રસી મુકાવી અને કોરોના સામે રક્ષણ મેળવે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા દ્વારા અપીલ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!