મોરબીમાં આજે રેન્જ આઇજી અશોક કુમાર યાદવ ,એસપી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા ના ધારાસભ્ય દૂર્લભજી દેથરિયા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક દરબાર કમ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો થી લઇ જમીન વિવાદ અને કોર્ટમાં પેન્ડિગ કેસોની રજૂઆતો આવી હતી જેમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવે એસપી ને સૂચના આપતા એસપી રાહુલ ત્રિપાઠી એ જે તે પોલીસમથકમાં જેમાં ગુના નોંધાયા ના હોય તેમાં ફરિયાદ નોંધવા જણાવ્યું હતું.
19 લોકોએ રજૂઆત કરી જેમાં 10 જેટલા કોર્ટના કેસ ,05 જમીનના સિવિલ દાવા અને 04 વ્યાજખોરો ની ફરિયાદો હતી જેઓ પ્રથમ વખત જ પોલીસ સમક્ષ આવ્યા હતા જેમાં પોલીસે રજૂઆત પગલે ગુનો નોંધવામાં આવ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બનાવવામાં આવેલ મોરબી SIT ટીમ ની કામગીરી થી સિરામિક યુનિટો ના રોકાયેલા નાણાં પરત લાવવામાં પોલીસની સફળ કામગીરી
આવી અનેક સમસ્યાઓથી લોકો પીડાતા હતા જેમાં અનેક લોકો પ્રથમ વખત રજૂઆત માટે આવ્યા હતા અમુક લોકો કોર્ટ માં ચાલતી પ્રક્રિયાઓ સાથે આવેલ હતા જેમાં આ બધી રજૂઆતો ની વચ્ચે મોરબી પોલીસની SIT ટીમ ની કાબિલેદાદ કામગીરી ની વાત પણ સામે આવી હતી જે પણ જાણવી અત્યંત જરૂરી છે.
મોરબી સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ વેપાર કરે છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ ના અન્ય રાજ્યોમાં કરોડો રૂપિયા એટલે કે ઘણા બધા સિરામિક ઉદ્યોગકારોના લગભગ ૨૦૦ કરોડ જેટલા રૂપિયા અન્ય રાજ્યોના વેપારીઓ દ્વારા બુચ મારી દેવામાં આવ્યા હતા અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો જ્યારે ત્યાં ઉઘરાણીમાં જાય ત્યારે ત્યાંના વેપારીઓ છાતી ઠોકીને કહી દેતા કે પૈસા છે જ નહિ થાય એ કરી લો અને હવે ઉઘરાણી માટે આવતાં નહિ!ત્યારે મોરબીના ઉદ્યોગકારો શાંતિપ્રિય હોય જેથી માથાકૂટમાં પડતાં નહિ અને આ પ્રશ્ન તેઓએ મોરબીમાં એક વર્ષ પહેલાં આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ ઉપસ્થિત કર્યો હતો ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી એ આ ફસાયેલા રૂપિયા પરત આવે તે માટે SIT (સ્પેશ્યિલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની જાહેરાત કરી અને ત્યારથી મોરબીમાં માત્ર સિરામિક ઉધોગો ના ફસાયેલા નાણાં પરત લાવવાનું કામ કરતી આ ટીમ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ ની સૂચના અનુસાર અને એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સક્રિય છે.આ ટીમને એલસીબી પીઆઈ ના સુપર વિઝન માં કામ કરવાનું હોય છે અને શરૂઆતમાં એક સાથે ૨૦૦ કરોડનો મોટો આંકડો સામે આ ટીમ સમક્ષ મોટો પડકાર આવ્યો હતો અને આ કામગીરી સ્ટેપ બાય સ્ટેપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને શરૂઆતમાં ૫૭ અરજીઓ લઈ કામગીરી કરવામાં આવી જેમાંથી ૩૭ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો અને ૧૯ કરોડ જેટલા રૂપિયા પરત લઇ આવવામાં આ ટીમને સફળતા મળી છે.શરૂઆતમાં આ ટીમ ની કામગીરી થોડી ધીમી ચાલી હતી કેમ કે કાયદાની મર્યાદામાં રહી અન્ય રાજ્યોમાંથી ફસાયેલા રૂપિયા પરત લાવવા એ કપરું કામ હોય છે જેના માટે પ્લાન,માણસો સહિતની તમામ વ્યવસ્થાઓ તૈયાર કરવી પડે છે.પરંતુ જે બાકી રૂપિયા પર સિરામિક ઉદ્યોગકારોએ લીટા મારી દીધા હતા તે રૂપિયા પરત આવવાની આશા જીવંત બની અને ૧૯ કરોડ જેટલી મસમોટી રકમ પરત આવી પણ ખરી સાથે જ અન્ય રાજ્યોના વેપારીઓ માં પણ એક સંદેશ પહોચ્યો કે હવે મોરબી સિરામિક ઉદ્યોગ માં બુચ મારવા સહેલા નથી જો આવું કરશે તો પોલીસ તેના દરવાજે જરૂર પહોંચશે જેથી આ સંદેશને લઇને પણ અનેક ઉદ્યોગકારોના રૂપિયા ડૂબી જતાં બચ્યા છે સાથે જ અનેક એવા ઉદ્યોગ કારો પણ છે જેને પોલીસને અરજી કરવાની જરૂરી નથી પડી આ SIT ટીમની માહિતી જેવી અન્ય રાજ્યોના બુચમાર વેપારીઓ સુધી પહોંચી તેઓએ સામેથી બાકી ના રૂપિયા ચૂકવી દીધા હતા આમ આ SIT ટીમની કામગીરી બિરદાવવા લાયક છે અને ખરેખર ડૂબેલા રૂપિયા કઢાવવા નું કામ આખા રાજ્યમાં માત્ર મોરબી પોલીસ ની SIT ટીમ દ્વારા જ કરાઈ રહ્યું છે આખા રાજ્યમાં માત્ર આ જ કાર્ય માટે SIT ટીમની રચના થઈ તે પણ ગુજરાત પોલીસની એક ઐતિહાસિક બાબત છે અને તેનો શ્રેય ગૃહમંત્રી હર્ષ સંઘવી,રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ને આપવો પડે.
સાથે જ આ ટીમ ની કામગીરી નું સતત મોનીટરીંગ કરતા એસપી રાહુલ ત્રિપાઠી,એલસીબી પીઆઈ,તેમજ અન્ય સ્ટાફ અને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત પણ રંગ લાવી રહી છે અને મોરબીના શાંતિપ્રિય ઉધોગપતિઓ સમગ્ર દેશમાં રૂપિયા ખોટા થવાની બીક વગર વેપાર કરી શકે તેવો માહોલ ઉભો થઇ રહ્યો છે.