મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેને લઇને ઠેર ઠેર લોકોએ હવન યજ્ઞ જેવા આયોજન કર્યા હતા.તે સમયે રામકથાકાર મોરારી બાપુની ઉપસ્થિતિમાં કબીરધામ ખાતે શોક સભા યોજાઇ હતી. જેમાં રામકથાકાર મોરારી બાપુની હાજરીમાં ઝૂલતા પુલ માં મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે મોરબીમાં રામકથા યોજવાની જાહેરાત થઈ હતી. અને ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જે કથા આગામી ૩૦ સપ્ટેમ્બરથી ૦૮ ઓક્ટોબર સુધી કબીરધામ, નાનીવાવડી, મેારબી ખાતે યોજાનાર છે.
આ રામકથામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ પધારવા શ્રી રામકથા આયોજન સમિતિ તરફથી ભાવભીનુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ એક દિવસ માટે તથા નવ દિવસ માટે સ્વયંસેવક તરીકે સેવા આપવા ઇચ્છતા ભાઇઓ અને બહેનો ના નામની લીસ્ટ સત્વરે “કબીર ધામ” રામકથા સમિતિ કાર્યાલય ખાતે પહોચાડવા શ્રી રામકથા આયોજન સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.