મોરબીમાં દરવર્ષે અષાઢી બીજ ના દિવસ ને મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે મોરબીમાં આજે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મચ્છુ માતાજીની રથયાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોરબી સહિત સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જેમાં આજે અષાઢી બીજ નિમિત્તે મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી ભાગરૂપે ૨૦ મી શોભાયાત્રા યોજાઇ હતી આ શોભાયાત્રા મચ્છુ માતાજી ની જગ્યા થી શરુ થઈને દરબાર ગઢ ખાતે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધી યોજાય છે અને ભરવાડ અને રબારી સમાજ ના લોકો હજારો ની સંખ્યામાં આ રથયાત્રામાં જોડાય છે અને મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે.આ રથયાત્રા શહેર ભરમાં ફરે છે અને સાથે સાથે ભરવાડ અને રબારી સમાજના વડીલો ,મહિલાઓ અને યુવાનો દ્વારા પરંપરાગત “હુડો રાસ” ની રમઝટ બોલાવવામાં આવે છે.આ રથયાત્રા મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ થાય છે ત્યાર બાદ ધ્વજા રોહણ કરીને મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવે છે તેમજ રાત્રીના સમયે ભવ્ય સંતવાણી યોજવામાં આવે છે.આમ અષાઢી બીજના દિવસે આખો દિવસ મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.