જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ થતાં સમગ્ર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મોરબીમાં પરીક્ષા આપવા આવેલ ૧૧૦૦૦ કરતા વધુ પરીક્ષાર્થીઓ પરત ફર્યા છે ત્યારે મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં પણ 62 જેટલા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ પેપર લીક ને કારણે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં જામનગર સહિત આજુબાજુના જિલ્લા માંથી પરીક્ષા આપવા આવેલ ૧૧૦૦૦ કરતા વધુ પરીર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ અમુક વિદ્યાર્થીઓ ગઇકાલ રાત્રિથી સેન્ટર પર પહોંચી ગયા હતા જેમાં પણ કમોસમી માવઠું થતાં પરીક્ષાર્થીઓ હેરાન થયા હતા તેમજ આજે સવારે પણ માવઠું થયા બાદ કાતિલ પવન માં પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓને પરીક્ષા રદ થયાની માહિતી મળતાં આંચકો લાગ્યો હતો ત્યારે મોરબીમાં પરીક્ષાર્થીઓ ના રોષ નો ગેફાયદો ઉઠાવીને કોઈ અસમાજિક તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે સવારથી મોરબીમાં નવા બસ સ્ટેન્ડ તેમજ જૂના. બસ સ્ટેન્ડ પર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.