વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં ઝાટકા તારમાં શોર્ટ લાગતા ગાયના મોતની ઘટનાને લઈને તપાસ કરવા ગયેલા ફરીયાદીને અજાણ્યા મોટરસાયકલ સવાર આરોપીએ ધમકી આપી કે, “અહીં આવશો નહીં, નહિતર જીવતા પાછા નહીં જાઓ” એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાને પગલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાયો છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરીયાદી જગાભાઇ ધારાભાઇ કાટોળીયા ઉવ.૫૦ રહે. વાંકાનેર ગાયત્રી મંદિર પાસે વાળાએ અજાણ્યા બાઇક સવાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તા. ૨૬/૦૮ના સાંજના સમયગાળામાં તેમના ભત્રીજા કાળુભાઇ દાનાભાઇ ગમારાની ગાય વીડી ભોજપરા ગામની સીમ વિસ્તારમાં વાડીના શેઢે મુકાયેલ ઝાટકાના તારને કારણે શોર્ટ લાગતા મોતને ભેટી હતી. આ ઘટના ક્યાં સ્થળે થઈ તે અંગે જોવા માટે ફરીયાદી સ્થળ પર ગયા હતા. ત્યારે અજાણ્યો મોટરસાયકલ ચાલક ત્યાં આવી અને ફરીયાદીને કહ્યું કે, “અહીં આવશો નહીં, નહિતર જીવતા પાછા નહીં જાઓ” એમ કહી ગંભીર ધમકી આપી હતી. હવાલ ફરિયાદીની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.