વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે આવેલ કિંમતી જમીન અમને જ વેચજો નહિતર ગામ છોડીને ચાલ્યા જજો તેવી દાટી માર્યા બાદ બે ઈસમોએ વૃદ્ધને ફડાકા ઝીંકી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જે બનાવ અંગે પોલીસે તાપસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત આનુસાર જુના વઘાસીયા ગામે રહેતા મામદભાઇ મીરાજીભાઈ માથકીયાની વઘાસીયા ગામે આવેલ છવીસ વીઘા જેટલી જમીન આરોપી ખેંગારસિંહ હઠીસિંહ ઝાલા તથા ભગત ખેંગારસિંહ ઝાલા રહે-બંને-ગામ-જુના વઘાસીયાવાળએ અમને જ વેચજો તેમ કહી ધમકી આપી હતી. જેને પગલે વૃદ્ધએ હાલ જે જમીનના ભાવ હાલે છે તે ભાવ મુજબ જે પણ અમને પૈસા આપશે તેને જમીન વેચશુ તેવું કહેતા આરોપીઓએ પિત્તો ગુમાવ્યો હતો અને બેફામ વાણી વિલાસ આચાર્યો હતો જેથી ગાળો બોલવાની ના પાડતા બને ઈસમોએ વૃદ્ધને લાફા મારી જમીન વેચ તો અમને જ વેચજે નહિતર ગામ છોડી જતા રહ્રેવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની મામદભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે બને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.