Tuesday, December 30, 2025
HomeGujaratમોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા યુવકને મોતની ધમકી આપી મરવા મજબુર કરનાર...

મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા યુવકને મોતની ધમકી આપી મરવા મજબુર કરનાર ત્રણેય આરોપીની અટક

મોરબીમાં હાથ ઉછીના રૂપિયા પરત માંગતા યુવક અને તેના સાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરવાના બનાવમાં ધમકી અને માનસિક ત્રાસથી એક યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. મૃતકની સુસાઈડ નોટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસનો તજવીજ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફરીયાદી હર્ષદભાઈ લીખીયાએ આરોપી આશીષ પાડલીયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવીયાને હાથ ઉછીના રૂપિયા આપેલા હતા, પરંતુ આરોપીઓ રૂપિયા પરત ન આપતા ફરીયાદી અને તેમના સાળા વિપુલભાઈ વિડજાએ રકમની માંગણી કરી હતી. આ બાબતે આરોપીઓએ પૈસા પરત ન આપવા માટે ફરીયાદી અને મરણજનારને પોલીસ કેસ કરવાની ધમકી આપી તેમજ રૂબરૂ અને ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી સતત હેરાન પરેશાન કર્યા હતા. આ માનસિક ત્રાસથી ફરિયાદીના સાળા વિપુલભાઈ વિડજાએ ઝેરીદવા પી આત્મહત્યા કરી હતી. મૃતકે મરતાં પહેલાં આરોપીઓ વિરુદ્ધ સુસાઈડ નોટ લખી હોવાનું તેમના પિતાએ રજૂ કરતાં પોલીસે તે નોટ તપાસમાં કબ્જે લીધી છે. ત્યારે આ ગંભીર ગુનામાં પોલીસે આરોપી (૧)આશીષભાઈ રમેશભાઈ પાડલીયા ઉવ.૨૫ રહે.લક્ષ્મીનગર ગામ તા.જી. મોરબી, (૨)હિતેષભાઇ વાસુદેવભાઈ દસાડીયા ઉવ.૩૫ રહે.હાલ સંકલ્પ હાઇટસ કામધેનુ પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી મુળ રહે.સુલતાનપુર વિશાલનગર ગામ તા.માળીયા મી.જી.મોરબી તથા (૩)કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા ઉવ.૪૮ રહે.હાલ શ્યામ-૨ સોસાયટી પંચાસર રોડ મોરબી મુળ રહે.કેશરીયા તા.લખતર જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે બીએનએસ કલમ ૧૦૮, ૩૫૧(૩), ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!