Friday, November 29, 2024
HomeGujaratહળવદમાં ફટાકડાના સ્ટોલ બાબતે થયેલ બબાલમાં થયેલ ફાયરિંગ પ્રકરણના ત્રણ આરોપીઓ ઝડપાયા

હળવદમાં ફટાકડાના સ્ટોલ બાબતે થયેલ બબાલમાં થયેલ ફાયરિંગ પ્રકરણના ત્રણ આરોપીઓ ઝડપાયા

મોરબીનાં હળવદમાં સરા ચોકડી પાસે આવેલ સીનીયર સીટીઝન પાર્ક નજીક દિવાળીના તહેવારને લઈ થોડા દિવસ પહેલા ફટાકડાના સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેને લઈ બે જુથ્થ વચ્ચે મારામારી થઈ હતી અને બનાવમાં ફાયરીંગની ઘટના પણ બની હતી, ત્યારે બનાવને પગલે ફાયરિંગ કરનાર સહીત ત્રણ આરોપીઓને મોરબીની લોકલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટના રેન્જ IG અશોકકુમાર યાદવે આગામી સમયમાં વિધાનસભાની ચુટણીની જાહેરાત થનાર હોય જેથી મોરબી જીલ્લામાં બનેલ ગંભીર પ્રકારના આરોપીઓને પકડી પાડવા માટે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને સુચના હોવાથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી.ના PSI એન.એચ.ચુડાસમા એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કોડની ટેકનીકલ સેલના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા કાર્યશીલ થયા હતા. ત્યારે ગત તા.૦૯/૧૦/૨૦૨૨ ના રોજ હળવદ સરા ચોકડી નજીક આવેલ સીનીયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે બે જુથ્થ વચ્ચે બોલાચાલી થતા આ બનાવમાં મારામારી થતા પંજક ગોઠીએ તેની પાસે રહેલ પિસ્તોલ વડે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જે બનાવમાં કુલ-૭ આરોપીઓ વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ-૩૦૭,૩૦૮,૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૬૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી) (એ) ૨૭ મુજબ ગુનો નોંધાયો હતો.

ગુનામાં મુખ્ય આરોપી સહીત અન્ય કુલ-૦૫ આરોપીઓ પકડવાના બાકી હોય જે નાસતા ફરતા આરોપીઓ બાબતે ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુગસીયા, દશરથસિંહ પરમારને ખાનગી રાહે હકિકત મળેલ કે, ગુનાના નાસતા ફરતા આરોપીઓ જામનગર જીલ્લાના જાંબુડા ગામે છે. જે હકિકત મળતા જ મોરબીની લોકલ ક્રાઈમ બ્રાંચનાં સ્ટાફના માસણોની એક ટીમને જાંબુડા ગામે મોકલતા પંકજભાઇ ચમનભાઇ ગોઠી, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ચમનભાઇ ગોઠી અને મેહુલભાઇ ઉર્ફે મેરો ઉર્ફે મેરીયો પ્રેમજીભાઇ કણઝારીયા નામના ત્રણ આરોપીઓ ગુનામાં વાપરેલ હથિયાર સાથે મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસને સોપવામાં આવ્યા છે. તેમજ હળવદ પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!