Thursday, May 8, 2025
HomeGujaratમોરબીમાં ૨૦૧૭ માં સગીરવયની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં એક મહિલા સહિત ત્રણ...

મોરબીમાં ૨૦૧૭ માં સગીરવયની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં એક મહિલા સહિત ત્રણ આરોપીને સજા ફટકારાઈ

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૧૭ માં સગીરવયની દીકરીને કેટરસના કામે ચોટીલા લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ બન્યો હતો. જે કેસ દાખલ કરતા મોરબીની વિશેષ ન્યાયધીશ (પોકસો કેસ) અને અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટમાં ચાલ્યો હતો. જે કેસમાં એક આરોપીને ૨૦ વર્ષની સજા અને ૬૦,૦૦૦ રૂપિયાનો દંડ અને અન્ય બે આરોપીને પાંચ વર્ષની સજા અને ૬૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારને વળતર પેટે ૪,૦૦,૦૦૦ રૂપિયા ચૂકવવા હુકમ કરાયો છે. અને આરોપીઓ દંડ ભરે તો વધુ ૧,૮૦,૦૦૦ ચૂકવવા હુકમ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદએ તા. ૨૪/૦૫/૨૦૧૭ ના રોજ ફરિયાદ લખાવી હતી કે તેમની સગીરવયની દીકરી ઉંમર વર્ષ ૧૫ (જન્મ તારીખ ૦૬/૦૩/૨૦૦૨) વાળીને આરોપીઓ સગીર હોવાનું જાણતા હોવા છતા વાલીપણામાંથી કેટરસના બહાને અપહરણ કરી ચોટીલા ખાતે લઈ જઈ આરોપી કાંતીલાલે તેના પર વારંવાર દુષ્કર્મ કરી આરોપી ભારતીબેન અને જીવરાજભાઈએ ભોગ બનનારને આ બાબતની કોઈને જાણ કરીશ તો તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલાનો આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) એન, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ -૫(એલ), ૬, ૧૭ મૂજબનો ગુન્હો દાખલ કર્યો હતો. જે કેસ મોરબીના વિશેષ ન્યાયધીશ (પોકસો કેસ) અને અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ મોરબી ખાતે ચલાવવામાં આવ્યો હતો.

જે કેસમાં ફરિયાદ પક્ષે ૧૫ મૌખિક પુરાવા અને ૩૧ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.જે બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી કાંતીલાલ અવચરભાઈ ડાભીને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૫ (પાંચ) વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૬ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૫ (પાંચ) વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ, ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬(૨), એનની સાથે જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ, ૨૦૧૨ ની કલમ- ૫(એલ), ૬, ૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૨૦ (વીસ) વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે. જ્યારે આરોપી જીવરાજભાઈ ધનજીભાઈ પરમાર ભારતીબેન રામજીભાઈ હડીયલને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે પ્રત્યેકને ૫ (પાંચ) વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂા. ૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) એક કુલ રૂ. ૪૦,૦૦૦/- (અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા) નો દંડ, અને આરોપીઓ જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજા, ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૬ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે પ્રત્યેકને ૫ (પાંચ) વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂા. ૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) એક કુલ રૂ. ૪૦,૦૦૦/- (અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા) નો દંડ, અને આરોપીઓ જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આરોપી- નં. (૨) જીવરાજભાઈ ધનજીભાઈ પરમાર અને આરોપી નં. (૩) ભારતીબેન ડો/ઓ રામજીભાઈ હડીયલ નાઓને જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ, ૨૦૧૨ ની કલમ- ૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે પ્રત્યેકને ૫ (પાંચ) વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂા. ૨૦,૦૦૦/- (અંકે રૂપીયા વીસ હજાર પુરા) એક કુલ રૂ. ૪૦,૦૦૦/- (અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા) નો દંડ, અને આરોપીઓ જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે, તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૨૩ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે પ્રત્યેકને ૬ (છ) માસની સાદી કેદની સજાનો અને કલમ-૫૦૬(૨) મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે પ્રત્યેકને ૧ (એક) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જો અપીલ થાય તો એપેલેટ ઓથોરીટી સમક્ષ હાજર રહેવા માટે પ્રત્યેક આરોપીએ રૂા. ૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દશ હજાર પુરા) ના સ્થાનિક તેમજ સધ્ધર જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ની કલમ ૪૩૭(એ) મુજબનાં રજુ કરવા તેમજ એક તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારને રૂા. ૪,૦૦,૦૦૦/-, આરોપી કાંતિલાલ ડાભીની દંડની રકમ રૂા. ૬૦,૦૦૦/- અને આરોપી જીવરાજભાઈ પરમાર જે દંડની રકમ રૂા. ૬૦,૦૦૦/- (અંકે રૂપીયા સાઈઠ હજાર પુરા) અને આરોપી ભારતીબેન હડિયલ રૂ. ૬૦,૦૦૦ ભરે તે ૫,૮૦,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આરોપીઓ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૪,૦૦,૦૦૦ રૂપિયા ભોગ બનનારને ચુકવી આપવા હુકમ આજરોજ કમલ રસિકલાલ પંડયાની વિશેષ ન્યાયધીશ (પોકસો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયધીશ ફાસ્ટ ટ્રેક સ્પેશયલ કોર્ટ મોરબી દ્વારા કરવામાં આવ્યો છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!