મોરબીના યુવકને પગાર આપવા મુદે રાણીબા ઇન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટની સંચાલિકા વિભૂતિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા ઢોર માર મારવાની ઘટનામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી, જે બાદ વિભૂતિ પટેલ અને તેના સાગરીતો સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા બાદથી તમામ આરોપીઓ નાસતા ફરતા હોય જેથી તેને ઝડપી લેવા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.
જેમાં હવે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,ઓમ પટેલ અને રાજ પટેલ નામના ત્રણ આરોપીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. તેમજ આ અગાઉ ડી.ડી.રબારી નામના આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો.અને ડી.ડી.રબારીને પોલીસે કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.ત્યારે હવે બીજા ત્રણ આરોપી ને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપી ની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ પરીક્ષિત તેમજ અન્ય અજાણ્યા આરોપીઓ ની શોધખોળ યથાવત છે.