નવલખી બંદર પર ગત તા.22 ની મધ્ય રાત્રીએ ખૂની ખેલ માં ત્રણ ઈસમોએ લોડિંગ સાંભળતા દશરથસિંહ ને છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી :ભાઈએ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી : હત્યામાં વપરાયેલ કાર અને છરી કબ્જે કરી
માળીયા મિ.માં આવેલ નવલખી બંદર હર હમેશ કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહેતું હોય છે જેમાં અહીંયા જવા માટે ગેટ પાસ ફરજીયાત હોય છે પરંતુ આમ છતાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ નવલખી બંદર પર જોવા મળે છે ત્યારે જેમાં ગત.22 તારીખના મધ્યરાત્રીએ નવલખી બંદર પર ટ્રક લોડીગનું કામ સાંભળતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજાને ત્રણ ઈસમોએ છરીના ચાર જેટલા ઘા મારી હત્યા નિપજાવી હતી જેમાં મૃતકના ભાઈ કિરીટસિંહે ભગવતસિંહ જાડેજા માળીયા મી.પોલીસમથકે સૂર્યદીપ રણજીતસિંહ જાડેજા ,મયુર રણજીતસિંહ જાડેજા,મયુર વેલુભા જાડેજા રહે.તમામ મોટા દહીંસરા તા.માળિયા મી.વાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો જેમાં માળિયા મી.પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવા કવાયત હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે નવલખી બંદર ખૂબ જ સંવેદનશીલ વિસ્તારમાં ગણવામાં આવે છે ત્યારે પોર્ટ પર થોડા સમય પૂર્વે પણ એક ઇમ્પોર્ટર પર ડમ્પર ફરી વળતાં અકસ્માતમાં મોત થયું હતું જેમાં નવલખી પોર્ટ દ્વારા નિયમોને નેવે મૂકી કોઈ પણ શ્રમિકોના નથી પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવતા કે નથી ગેટ પાસ બનાવવામાં આવતા જ્યારે સામાન્ય માણસોને કે ગેટ પાસ વિનાના લોકોને પોર્ટમાં એન્ટ્રી છે જ નહીં ત્યારે આવા બનાવો બનવા પાછળ શુ નવલખી પોર્ટ તંત્ર જવાબદાર છે.? એ પણ મોટો પ્રશ્ન છે હાલ દરિયાની નજીક આવેલા નવલખી પોર્ટ પર અન્ય કોઈ ગંભીર ગુનાઓ બને તો જવાબદારી કોણ લેશે એ પણ હાલ આગ ઓકતો પ્રશ્ન છે હાલ માળિયા મી.પોલીસે હત્યામાં વપરાયેલ છરી અને હત્યા બાદ જે કારમાં નાસી છૂટ્યા હતા એ નવી નક્કોર કાળા કલરની ક્રેટા કાર કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.