Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેરના પલાસ ગામ અને મોરબીના ટીંબડી પાટીયા નજીકથી સત્તર બોટલ દારૂ સાથે...

વાંકાનેરના પલાસ ગામ અને મોરબીના ટીંબડી પાટીયા નજીકથી સત્તર બોટલ દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા

વાંકાનેરના પલાસ ગામ નજીકથી બાર બોટલ દારૂ સાથે બે આરોપીઓ અને મોરબી-માળીયા રોડ પર આવેલ ટીંબડી પાટીયા નજીકથી પાંચ બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પોલીસે બાતમી આધારે વાંકાનેર તાલુકાના પલાસ ગામની ચોકડી નજીકથી બાઈક લઈ પસાર થતા વિજય વિનુભાઇ અઘારા (ઉવ.૧૯) તથા સંજય રામાભાઇ સારદીયા ઉવ.૧૯) રહે.બને કુંતલપુર તા.મુળીવાળાની બાઈક નં. GJ- 13-AL-0358 કી.રૂ.૧પ૦૦૦ અટકાવી તલાશી લેતા બાઈકમાંથી મેંકડોવેલ્સ કંપની બાર દારૂની બોટલ કિં.૪પ૦૦ ઝડપાઇ હતી. જેથી પોલીસે બાઈક સહિત ૧૯પ૦૦નો મુદ્દામાલ કબજે કરી બાઈકમાં દારૂની હેરાફેરી કરતા આરોપીઓ સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય એક કેસમાં મોરબી તાલુકા પોલીસે મોરબી-માળીયા રોડ પરના ટીંબડી પાટીયાથી આગળ આવેલ ચેોધરી હોટલ નજીકથી પીયુષભાઇ મહેશભાઇ જોષી (ઉવ-૩૨) રહે-લક્ષ્મીનગર-મોરબી, મુળ રહેવાસી-કુંભારવાડા શેરી નંબર-૭ પોરબંદરવાળા ઇસમને મેકડોવેલ્સ નં.૧ દારૂની પાંચ બોટલ કિં.રૂ.૧૫૦૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!