મોરબી એલસીબીએ બાતમીના આધારે નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરના અમૃતપાર્કમાં દરોડા પાડી ત્રણ આરોપીઓને વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જો કે પોલીસના આ દરોડા દરમિયાન એક અન્ય આરોપીનું નામ પણ બહાર આવ્યું હતું.
મોરબી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન એલસીબીને સ્ટાફને મળેલ ખાનગી બાતમી આધારે મોરબી-૨ નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્કમાંથી ત્રણ આરોપીઓ મેહુલભાઇ ત્રિભોવનદાસ પુજાર (ઉવ૪૨ રહે.મોરબી-૨ રણછોડનગર અમૃતપાર્ક), સાગરભાઇ કાન્તીભાઇ પલાણ (ઉવ.૩૦ રહે.મોરબીર રણછોડનગર જલારામ પાર્ક), જલ્પેશભાઇ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખી (ઉવ.૩૬ રહે.મોરબી-૨ લક્ષ્મીનારાયણ સોસાયટી)ને મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી કાચની બોટલો નંગ ૮૩ ની કિ.રૂ. ૩૧,૧૨૫ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમીયાન ચોથા આરોપી ભરતભાઇ જીવણભાઇ રબારી (રહે. મોરબી-૨ રણછોડનગર અમૃતપાર્ક) નું નામ બહાર આવતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.