Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં વાહન ઓવરટેક કરવા બાબતનો ખાર રાખી ત્રણ આરોપીઓએ પરપ્રાંતીય યુવાનને લમધારી...

મોરબીમાં વાહન ઓવરટેક કરવા બાબતનો ખાર રાખી ત્રણ આરોપીઓએ પરપ્રાંતીય યુવાનને લમધારી નાખ્યો

મોરબીની આદર્શ સોસાયટી નજીક વાહન ઓવરટેક કરવા બાબતનો ખાર રાખી ત્રણ આરોપીઓએ પરપ્રાંતીય યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી,2 માં આવેલ આદર્શ સોસાયટી નજીક વાહન ઓવરટેક કરવા અંગેની બાબતનો ખાર રાખી મનિષરંજનકુમાર રમેશપ્રસાદ સાહી (ઉ.વ-૩૮) રહે-મોરબી-૨ વેજીટેબલ રોડ લાભનગર મુળ રહે. જી-મુઝફરપુર, બિહારવાળા સાથે ઝઘડો કરી જયદીપ દરબાર, કુલદીપ દરબાર રહે- મોરબી-ર વેજીટેબલ રોડ મોરબી-૨ અને લાલભાઇ દરબાર સહિત ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો.ત્રણેય આરોપીઓએ બેફામ વાણી વિલાસ આચરી લાકડીના આડેધડ ઘા ફટકારી તેમજ ઢીકાપાટુનો માર મારી મનીશરંજનને ડાબા હાથ તથા પગમા ફેકચર તથા મુંઢ ઇજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે મનિષરંજનકુમારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવાની દિશામા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!