હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, સુંદરગઢ ગામની સીમમાં મેરૂપર જવાના રસ્તે વાડીના સેઢે અમુક ઈસમો જુગાર રમતા હોય, જે મળેલ બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, જ્યાં તીનપત્તિનો જુગાર રમી રહેલા નટવરભાઈ અમરશીભાઈ નારીયાણી ઉવ.૫૫, હરેશભાઇ રતીલાલભાઈ મોટકા ઉવ.૪૦ બંને રહે. મેરૂપર તા.હળવદ તથા ભરતભાઇ હરજીવનભાઈ ભાડજા ઉવ.૪૨ રહે. હળવદ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૫,૩૦૦/- કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.