મોરબીમાં જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ મોરબીની રેલવે કોલોની નજીક મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે કોલોનીમાં રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા કુલદીપભાઈ રમેશભાઈ ગામી, દિલીપભાઈ અશોકભાઈ સાવડીયા અને દર્શનભાઈ રાજુભાઈ ધંધુકિયા નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂપિયા 8200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.