મોરબી જિલ્લા પોલીસ દ્વારા દસરુ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ભડિયાદ કાંટા અને મોરબી ટાંકારા હાઇવે પરથી વરલીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય એકને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.
જેમાં મોરબીના સામાકાંઠે આવેલ ભડિયાદ કાંટા વિસ્તારમાં મોરબી એલસીબી દ્વારા બાતમીને આધારે દરોડો પાડીને વરલી ફિચરના આંકડા લખી જુગાર રમતા બે શખ્સો અકબરઅલી ઝાફરઅલી ખોજા (રહે.લુવાણા પરા શેરી નં.૧ વાંકાનેર દરવાજા પાસે) ને વરલી નું સાહિત્ય અને રોકડ રકમ રૂ.૧૦,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવાયો હતો જ્યારે અન્ય એક આરોપી અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સિપાઈ (રહે.સો ઓરડી શેરી ૬ સામાકાંઠે મોરબી-૨) ની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં મોરબી ટંકારા હાઇવે પર આવેલ હોનેસ્ટ હોટેલ ના ગ્રાઉન્ડમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમાડતા આરોપી અસલમશા રમજુશા શામદાર (ઉ.વ.૨૫ રહે.ગેબનશાહ પીર ની દરગાહ પાછળ હરબટીયાળી) ને વરલીનું સાહિત્ય મોબાઈલ ફોન અને રોકડ રકમ રૂ.૧૪,૫૦૦ મળી કુલ રૂ.૧૫,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહો હાથ ધરી હતી.
જ્યારે ત્રીજા દરોડામાં માળીયા(મી)ના પોસ્ટઓફિસ પાસે જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમતો સલીમ કાસમભાઈ સંઘવાણી(ઉ.વ.૪૯ રહે માળીયા(મી) ને રોકડ રકમ રૂ.૪૨૦ ના મુદામાલ સાથે માળીયા(મી) પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો .