માળીયા(મી) પોલીસે જુદા-જુદા ત્રણ સ્થળોએ રેઇડ કરી વરલીફીચર્સના આંકડાઓ ઉપર નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.
જેમાં પ્રથમ રેઇડમાં માળીયા(મી) ટાઉનમાં મેઈન બજાર પાછળ અવાવરું જગ્યાએ વર્લી ફિચર્સના આંકડાઓ લખી જુગાર રમતા સમીર ઉમરભાઈ મોવર ઉવ.૨૦ રહે. જામની ડેલી પાસે માળીયા(મી) વાળાને રોકડા રૂ.૪૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, જ્યારે બીજા દરોડામાં ખાખરેચી ગામના બોર્ડ પાસે જાહેરમાં કાગળના પુઠ્ઠા ઉઓર વર્લી ફિચર્સના આંકડાઓ લખી રૂપિયાની હારજીતનો જુગાર રમતા સિકંદરભાઈ કરીમભાઈ પલેજા ઉવ.૨૭ રહે. ખાખરેચી ગામ તા.માળીયા(મી) વાળાને વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડ રૂ.૩૦૦/- સાથે પોલીસે અટક કરી હતી. આ ઉપરાંત ત્રીજા દારોડામાં વવાણીયા ગામથી બગસરા જવાના રસ્તે વર્લીમટકાના આંકડાઓ એક કાગળમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ ઇરફાનભાઈ શબીરભાઈ પઠાણ રહે.વવાણીયા ગામ તા.માળીયા(મી) વાળાને રંગેહાથ ઝડપી લઈ પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૩૫૦/- તથા વર્લી ફિચર્સના જુગારનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.