વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તીથવા ગામે કોળીવાસમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા ઉવ.૩૮ રહે. વાંકાનેર નવાપરા નિશાલ સામે, ગોંવિદભાઈ સંધાભાઈ મેસરીયા ઉવ.૩૦ રહે.તીથવા ધાર તથા મગનભાઈ કરશનભાઈ સાથલીયા ઉવ.૫૦ રહે.તીથવા ધાર એમ ત્રણેય આરોપીઓને રોકડા રૂ.૨,૫૧૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે પકડાયેલ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.