મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં અમુક ઈસમો ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા હોય જેથી પોલીસે કોર્ડન કરી જુગાર રમી રહેલ મુકેશભાઈ લાભુભાઈ આત્રેશા ઉવ.૩૮ રહે.ત્રાજપર શેરી નં.૧, જીવરાજભાઈ નરશીભાઈ અદગામા ઉવ. ૫૯ રહે.ત્રાજપર શેરી નં.૧ તથા રોનક ઉર્ફે રાજુ જયંતીભાઈ માજુશા ઉવ.૧૯ રહે.ત્રાજપર શેરી નં.૨ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬૨૦/- જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.