મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આમરણ ગામની સીમમાં બજરંગ હોટલ સામે વોકળા કાંઠે બાવળની કાંટમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમવાની મજા માણતા ત્રણ જુગારી યાસીનમીયા દોલુમીયા બુખારી ઉવ.૫૪, તૌફિકભાઈ અશરફભાઈ બુખારી ઉવ.૨૯ તથા કાદરમીયા મજીદમીયા બુખારી ઉવ.૪૪ ત્રણેય રહે. આમરણ ગામ તા.જી.મોરબી વાળાને તીનપત્તિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૦,૨૦૦/-જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









