મોરબી-૨ માં ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો જ્યારે માળીયા(મી)માં મેઈન બજાર નજીક વર્લી ફિચર્સના આંકડાઓ લખીને પૈસાની હારજીતનો જુગાર રમતા એક ઇસમને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે
મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ભરતભાઇ અમરશીભાઇ સનુરા ઉવ.૪૫ રહે. ત્રાજપર ખારી મોરબી-૨ તથા પ્રકાશભાઇ ઉર્ફે ગુડ્ડુ પ્રવિણભાઇ મકવાણા ઉવ.૨૩ રહે.નજરબાગ સાયન્સ કોલેજ પાછળ મોરબી-૨ વાળાને રોકડા રૂ.૧,૭૧૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ ઉપરાંત માળીયા(મી)માં મેઈન બજારમાં પોસ્ટ ઓફીસ પાછળ અવાવરું જગ્યાએ જાહેરમાં ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમી રમતા કુલ કિંમત રૂપિયા ૫૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અયુબભાઇ ઉમરભાઇ સામતાણી ઉવ.૩૨ રહે.કોળીવાસ વિસ્તાર માળીયા(મી) મળી આવતા તેને પકડી લેવામાં આવ્યો હતો.
આમ, પોલીસના જુગાર અંગેના બંને દરોડામાં પકડાયેલ ત્રણેય જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.