માળીયા(મી) પોલીસે રોકડા તથા ૪ મોટર સાયકલ સહિત રૂ.૯૬,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો.
માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામમા અમુક ઈસમો જાહેરમાં ગંજીપત્તા વડે અંદર-બહારનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે પોલીસ દ્વારા રેઇડ કરતા ત્રણ ઇસમોને દબોચી લેવામાં આવ્યા હતા, જ્યારે ૬ ઈસમો નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ તથા ૪ જેટલા મોટર સાયકલ સહિત રૂ. ૯૬,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી નાસી ગયેલ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પૂર્વ બાતમીને આધારે જુના ઘાટીલા ગામે શકિતીપરા પાસે આવેલ ચેકડેમ નજીક રેઇડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગયી હતી, જે પૈકી ત્રણ જુગારી મનુભાઇ બેચરભાઇ લોલાડીયા, રવજીભાઇ ઓધવજીભાઇ ઉપાસરીયા તથા મુકેશભાઇ નવીનભાઇ ઠાકર ત્રણેય રહે. જુના ઘાટીલા તા.માળીયા(મી) વાળાને નશીબ આધારીત પૈસાની હારજીતનો અંદર બહારનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે રેઇડ દરમિયાન નાસી ભાગી જનાર આરોપી અલ્પેશભાઇ બિજલભાઇ સુરાણી, કિશનભાઇ બિજલભાઇ સુરાણી, અનીલભાઇ કલાભાઇ સનુરા, મુકેશભાઇ જગાભાઇ સુરાણી, દિલીપભાઇ હીરાભાઇ સુરાણી તથા વિપુલભાઇ જગદીશભાઇ સુરાણી તમામ રહે. જુના ઘાટીલા તા.માળીયા(મી) વાળાની શોધખોળ શરૂ કરી છે. ત્યારે માળીયા(મી) પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૧,૮૦૦/- , ચાર મોટર સાયકલ કિ.રૂ.૮૫,૦૦૦/-તથા એક ચાર્જીગ લાઈટ સહિત ૯૬,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.