વાંકાનેર મીલ પ્લોટ વિસ્તારમાં આવેલ સાવનભાઈ જાલા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેમજ આ ગોરખધંધામાં અન્ય બે ભાગીદારો દ્વારા મદદગારી કરી વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે સીટી પોલીસ ટીમ દ્વારા રહેણાંકમાં રેઇડ કરી હતી, ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની ૮ બોટલ તથા બિયરના ૧૫ ટીન એમ.કુલ કિ.રૂ.૧૩,૭૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી સાવનભાઇ ધીરૂભાઇ જાલા ઉવ.૨૦ રહે.મીલ પ્લોટ વાંકાનેર, સુરજભાઇ શામજીભાઇ સોલંકી ઉવ.૨૯ રહે.આસ્થા ગ્રીન સોસાયટી વાંકાનેર તથા તુલશીભાઇ પરસોતમભાઇ સોલંકી ઉવ.૨૦ રહે.નવાપરા ઇંટોના ભઠ્ઠા પાસે વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી છે, આ સાથે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે