Monday, August 17, 2026
HomeGujaratવાંકાનેરના ખીજડીયા ગામે મકાન પાછળ દેશી દારૂની ભઠ્ઠી સાથે ત્રણ પકડાયા

વાંકાનેરના ખીજડીયા ગામે મકાન પાછળ દેશી દારૂની ભઠ્ઠી સાથે ત્રણ પકડાયા

પોલીસે ૫૦૦ લીટર ઠંડો આથો, ૮૦ લીટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે ખીજડીયા ગામે શૈલેષ સોલંકીના રહેણાંક મકાન પાછળ દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. સ્થળ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખીજડીયા ગામથી ધીયાવડ જતા રસ્તે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાં દેશી દારૂ બનતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે શૈલેષભાઈ સોલંકીના રહેણાક મકાન પાછળ ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા જ્યાં સ્થળ પરથી ૫૦૦ લીટર ઠંડો આથો, ૮૦ લીટર તૈયાર દેશી દારૂ, ત્રણ ગેસ સિલિન્ડર, બે લોખંડના ચૂલા, પ્લાસ્ટિકની નળી સહિત કુલ રૂ.૩૨,૩૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી દિપકભાઈ ભુપતભાઈ સોલંકી ઉવ ૨૫, અજયભાઈ સોમાભાઈ સોલંકી ઉવ.૨૫ અને શૈલેષભાઈ ભુપતભાઈ સોલંકી ઉવ.૨૨ રહે. તમામ ખીજડીયા તા.વાંકાનેર વાળાની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!