મોરબીમાં વિદેશી દારૂ પકડાવવાના બનાવોમાં રોજ બરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ બે વિદેશી દારૂ પકડાવવાના બનાવો બે અલગ-અલગ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી તાલુકા પોલીસે રંગપર ગામ પાસેથી બે શખ્સોને તથા હળવદ પોલીસે ચરાડવા ગામ પાસેથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે પોલીસે મોરબી તાલુકાના રંગપર ગામ અને ખરેડા ગામ વચ્ચે આવેલ નાલા પર રોડ ઉપર વોચ ગોઠવી GJ-36-AB-6023 નંબરની હિરો સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ રોકી મોટરસાઇકલ સવાર જયદીપભાઇ જયસુખભાઇ ડાભી (રહે-ગામ ખરેડા તા.જી મોરબી) તથા સાગરભાઇ રઘાભાઇ ડાભી (રહે. ગામ ખરેડા તા.જી મોરબી)ની પૂછપરછ કરી તેમની તપાસ કરતા આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૦૩ બોટલો મળી આવી હતી. જેની એક બોટલની કિંમત રૂ.૩૭૫/- લેખે ગણી કુલ કિં.રૂ.૧૧૨૫/- તથા રૂ.૨૦,૦૦૦/-ની મોટરસાઇકલ મળી કુલ રૂ.૨૧,૧૨૫/-નો મુદ્દમાલ કબ્જે કરી બંને આરોપીઓની અટકાયત કરી હતી.
બીજા બનાવમાં, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રાજલનગર ચરાડવા થી ખરેડા ગામ તરફ જવાના સીમ માર્ગે પીરની દરગાહ પાસેના નદીના વોંકળામાં રસ્તા પર, ચરાડવા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખી તેનું વેચાણ કરવામાં આવે છે, જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વેચાણ કરવાના ઇરાદે રાખેલ ઈગ્લીશ દારુની ભારતીય બનાવટની Mc Dowell’s NO.1 COLLECTION WHISKYની કાચની સિલપેક ૨૦ બોટલનો રૂ. ૬,૦૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરી મેરૂભાઇ અરજણભાઇ ચૌહાણ (રહે.નવા તળાવ આંબેડકરનગર, ગામ-ચરાડવા તા.હળવદ જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.