Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા:એકની શોધખોળ

મોરબી જિલ્લામાં ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા:એકની શોધખોળ

મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે બાતમીનાં આધારે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અને વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે. જયારે એક ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા મોરબી રાજપર રોડ પટેલ સમાજ વાડીના ગેઈટ નં.૩ પાસેથી ચેતનભાઈ કાંતીલાલભાઈ ઠોરીયા (તીન પાર્ક ધરતી હોન્ડા શો રૂમ પાછળ મોરબી મુળ રહે અજનાળી તા.જી.મોરબી)ની ભારતીય બનાવટના વિદેશી દારૂના રોયલ અમેરીકન પ્રાઈડ ડીલક્ષ ગોલ્ડ વ્હીસ્કીના રૂ.૧૦૦૦/-ની કિંમતના ૪ ક્વાટર સાથે અટકાયત કરવામાં આવી હતી. અને પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું. આ મુદ્દામાલ તેણે દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા (રહે શકત શનાળા નીતીનગર તા.જી.મોરબી) પાસેથી વેચાણ કરવાનાં ઇરાદે મેળવેલ હતો. જેને પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ફરાર આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભાને પકડવા તપાસ આદરી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા મોરબી વાવડી ચોકડી નજીક સતનામ ગૌ શાળા પાસે રોડ પરથી કિશનભાઈ પોપટભાઈ ખીટ (રહે વાવડી રોડ માધાપર શેરી નં.૧૧ મોરબી)ની ભારતીય બનાવટના રૂ.૬૦૦/-ની કિંમતના ૬ બિયર ટીન સાથે અટકાયત કરી છે અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કલમ ૬૫-A-A,૧૧૬-B, મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે માટેલ ગામ ભોજનશાળા પાસેથી જયદીપભાઇ રમેશભાઇ પંચાસરા (રહે.હાલ મકનસર ગોકુલનગર સોસાયટી સુરેશભાઇ પ્રજાપતિના મકાનમાં ભાડેથી તા.જી.મોરબી મુળ ગામ ચોકડી તા.ચુડા જી.સુરેન્દ્રનગર)ની ૫૦૦ એમ.એલ.ની ક્ષમતા વાળા ભારતીય બનાવટના કીંગફીશર સુપર સ્ટ્રોન્ગ પ્રીમયમ શીલબંધ ૦૨ બીયર ટીન સાથે અટકાયત કરવામાં આવી હતી. અને આરોપી વિરુધ્ધ પ્રોહિબિશન એકટ કલમ ૬૫ એએ,૧૧૬(બી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!