Wednesday, January 1, 2025
HomeGujaratમોરબીના રંગપર નજીક ગોડાઉનમાંથી નશીલી કોડીન કફ સીરપના ૧.૮૪ કરોડના જથ્થા સાથે...

મોરબીના રંગપર નજીક ગોડાઉનમાંથી નશીલી કોડીન કફ સીરપના ૧.૮૪ કરોડના જથ્થા સાથે ત્રણની અટકાયત: ત્રણની શોધખોળ

ચોખાની ભરેલ બોરીની આડમા નશીલી કોડીન સીરપનો જથ્થો બહારના રાજ્યમાંથી મંગાવાતો હતો.એલસીબીએ નશીલી કોડીન કફ સીરપનો જથ્થો, ચોખા, ટ્રક, મોબાઇલ સહીત કુલ ૨.૦૪ કરોડનો મુદામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસ ટીમે બહારના રાજ્યમાંથી ચોખાની ભરેલ બોરીની આડમાં નશીલી કોડીન કફ સીરપ મંગાવી તેને સેનેટરીના બોક્સમાં પેક કરી અન્ય રાજ્યમાં મોકલવાના સમગ્ર ગેરકાયદેસરના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચ પોલીસે મોરબીના રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાં પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી નશીલી કોડીન કફ સીરપનો ૧૦૦એમએલ.ની કુલ ૯૦ હજાર બોટલ જેમાં ૯૦૦ લીટર નશાયુક્ત પ્રવાહી જેની કુલ કિ. રૂ.૧ કરોડ ૮૪ લાખથી વધુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે ક્રાઇમ બ્રાંચ ટીમના દરોડા સમયે ટ્રકમાંથી ચોખાની બોરી સાથે કોડીન કફ સીરપનો જથ્થો ઉતારવાની કામગીરી ચાલુ હોય જેથી પોલીસે આરોપી ગોડાઉન સંચાલક, ટ્રકનો ચાલક તથા ટ્રકના ક્લીનરની સ્થળ ઉપરથી અટક કરી કોડીન કફ સીરપનો જથ્થો, ખાદ્ય પદાર્થ ચોખાનો જથ્થો, ટ્રક, ત્રણ મોબાઇલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર તથા ત્રિપુરાથી માલ મોકલનાર બે શખ્સો સહીત કુલ ત્રણ આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળતા તે આરોપીઓને ફરાર દર્શાવી કુલ ૬ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરેલ હતી.

મળતી માહિતી મુજબ મોરબીના રંગપર(વિરાટનગર) ગામની સીમમાં સીતારામ હાર્ડવેર પાછળ આર-ટાઈલ નામના ગોડાઉનમાં મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા ત્રિપુરાથી ચોખાની ભરેલ બોરીની આડમાં નશીલી કોડીન કફ સીરપનો જથ્થો મંગાવી તેને અન્ય અલગ અલગ રાજ્યોમાં વેચાણ કરે તે પહેલા મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી નશીલી કોડીન કફ સીરપનો કુલ ૪૫૧ પેટી જેમાં ૧૦૦એમએલ.ની ૯૦,૦૦૦ બોટલમાં કુલ ૯૦૦ લીટર નશાયુક્ત પ્રવાહી ભરેલ જથ્થો જેની કુલ કિ. ૧,૮૪,૯૩,૨૦૦/- ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા ઉવ. ૨૯ રહે. રવાપર રોડ રામકો બંગ્લો પાછળ વૃંદાવન પેલેસ બ્લોક નં-૩૦૧ મોરબી મુળરહે. મોટી મોણપરી તા.વીસાવદર જી.જુનાગઢ તથા
ટ્રક રજી.નં.-TS-06-UB-7789નો ચાલક- સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ ઉવ.૩૭ રહે.સારોલા તા.જી. ઉસ્માનાબાદ (મહારાષ્ટ્ર) તથા ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન ઉવ.૩૫ રહે.બોરાભંડ્ડા સાઇડ-૩ તા.ખેરતાબાદ જી.હૈદરાબાદ (તેલંગણા)ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી.

બીજીબાજુ એલસીબીના દરોડા દરમિયાન પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછમાં મોરબીના રંગપર(વિરાટનગર) ગોડાઉન ભાડે રાખી નશાયુક્ત કોડીન સીરપનો માલ મંગાવનાર
રવીકુમાર પટેલ તથા માલ મોકલનાર સાજેદા ટાઇલ્સવાળા મસુદ આલમ રહે.ત્રીપુરા તથા અન્ય એક શખ્સ પાસેથી માલ મંગાવતા તેઓ ટ્રકમાં ચોખાની ભરેલ બોરીની આડમાં માલ મોકલાવતા જે કોડીન કફ સીરપ અહીં ભાડેના ગોડાઉનમાં ઉતારી તેને કિચેન સિન્કના બોક્સમાં પેક કરી અન્ય રાજ્યોમાં મોકલાવી તેનું વેચાણ કરતા જે મુજબની કબૂલાત આપી હતી. આથી ક્રાઇમ બ્રાંચ પોલીસે ૯૦૦ લીટર નશીલી કોડીન કફ સીરપનો જથ્થો કિ.૧.૮૪ કરોડ, ટ્રક કિ.રૂ.૧૫ લાખ, ત્રણ મોબાઇલ કિ.રૂ.૧૫ હજાર, રોકડા રૂ.૭ હજાર સહીત ૨.૦૪ કરોડથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ ત્રણ આરોપી તથા હાજર નહિ મળી આવેલ ત્રણ આરોપી સહીત કુલ છ આરોપી તથા તપાસમાં ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!