હળવદમાં દેશી દારૂનું વેચાણ કરતા ઈસમો વિરુધ્ધ પોલીસે કડક કાર્યવાહી આરંભી છે. ત્યારે હળવદ પોલીસ દ્વારા ગઈકાલે હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસેથી બોલેરો પીકઅપ કારમાંથી દેશી દારૂના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીનાં આધારે, હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસે રેઈડ કરી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂ ૭૦,૦૦૦/-ની કિંમતનો ૩૫૦ લીટર દેશી દારૂ તેમજ પાયલોટીંગ કરનાર રૂ.૫૦,૦૦૦/-ની કિંમતની મોટર સાયકલ સાથે ખોડાભાઇ ઉર્ફે કે.પી પ્રેમજીભાઇ ગડેશા, અજીતભાઇ બાલાભાઇ થરેશા તથા અનીલભાઇ કરણભાઇ દેકાવાડીયા નામના ત્રણ ઇસમોને બોલેરો કાર સહીત કુલ રૂ.૬,૨૦,૦૦૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.