મોરબી જિલ્લા પોલીસ દ્વારા યુવાધનને નશાના રવાડે ચડાવનાર ઈસમો સામે લાલ આંખ કરી છે. અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ પ્રોહીબીશન તથા જુગારની ગેર કાયદેસર પ્રવુતી કરતા ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવા સુચના કરેલ હોય જેથી મોરબી એલ.સી.બી. તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઇસમો તથા એક મહીલા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી તરફથી પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવુતી સાથે સંકળાયેલ સાગરભાઇ કાંતિભાઇ પલણ, મહેબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા તથા સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયાના પાસા વોરંટ ઇશ્યુ કરતા તમામની અટકાયત પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પાસા એકટ તળે ડીટેઇન કરી સાગરભાઇ કાંતિભાઇ પલણ (રહે.મોરબી જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ)ને જિલ્લા જેલ જુનાગઢ, મહેબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા (રહે.મોરબી વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ તા.જી.મોરબી)ને મધ્યસ્થ જેલ વડોદરા તથા સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા (રહે.માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨)ને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.