Tuesday, September 17, 2024
HomeGujaratમોરબી અને હળવદમાં વિદેશી દારૂના ત્રણ દરોડામાં ત્રણ બુટલેગરો ઝડપાયા

મોરબી અને હળવદમાં વિદેશી દારૂના ત્રણ દરોડામાં ત્રણ બુટલેગરો ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણ માસમાં હાલ પોલીસે દારૂ અને જુગારની બદીને દૂર કરવા કાર્યવાહી ચાલુ રાખીને ગઈકાલે મોરબી અને હળવદમાં વિદેશી દારૂના ત્રણ દરોડામાં ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે લખુભાઇ ગેલાભાઇ નાટડા (રહે.ફડસર) વાળાની વાડીની બાજુમાં આવેલ પડતર ખરાબાની જગ્યામાં રેડ કરી વિદેશી દારૂની મેકડોવેલ્સ-૦૧ સુપીરીયલ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૪૮ કિ.રૂ.૧૮૦૦૦/- તથા ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૨૪ કિ.રૂ.૧૪૪૦૦/- મળી કુલ બોટલો નંગ-૭૨ કુલ કિ.રૂ.૩૨૪૦૦/- નો મુદામાલ ઝડપી લીધો હતો.જ્યારે આરોપી કાનાભાઇ શામળાભાઇ સોઢીયા હાજર નહિ મળી આવતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

તેમજ મોરબી એલસીબીએ બાતમીના આધારે હિતેશભાઇ ઉર્ફે લાલો નાગરભાઇ હડિયલ (ઉ.વ. ૨૬ ધંધો-વેપાર રહે. જુના પોલીસ સ્ટેશન સામે, ગોકુલ નગર, હળવદ દેવરાજભાઇ સિંધાભાઇ ઘાઘર (ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે. શકિતનગર તા.હળવદ) ને તેના કબ્જા ભોગવટા વાળી જુની આશાપુરા હોટલમાં કોયબા ગામના પાટીયા સામે ઈંગ્લીશ દારૂની વ્હીસ્કીની ૭૫૦ મિલીની કંપની કાચ શીલ પેક બોટલો નંગ-૨૫ જે એક બોટલની કિ.રૂા.૩૦૦/ લેખે કુલ બોટલો નંગ-૨૫ ની કિ.રૂા. ૭૫૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવતા બન્નેને ઝડપી લીધા હતા.

આ ઉપરાંત હળવદ પોલીસ સ્ટાફે આરોપી દશરથસિંહ ઇન્દુભા ઝાલા ઉ.વ.૪૬ ધંધો ખેતી રહે કોંયબા તા-હળવદ જી-મોરબીવાળાને શક્તિનગર (સુખપર) ગામે મારૂતીના શોરૂમ પાસે આવેલ પાન માવાની ચાની કેબીન પાસે અંગ્રેજી દારૂની મેક ડોવેલ્સ નંબર ૦૧ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૨ જે એક બોટલની કી.રૂ.૩૦૦/- લેખે કુલ-૨ બોટલ ની કી.રૂ.૬૦૦ સાથે ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!