ખનીજ માફિયાના ત્રાસથી પગલું ભર્યું હોવાની માહિતી
બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ વાંકાનેરના મહિકા ગામે નજીકથી પસાર મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે આપેલ લીઝ મંજુર કરવામાં આવી હોય જે લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ ખેતરની જમીન ખાલી કરવવાના વિવાદમાં ત્રણ યુવાનોએ સજોડે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેરના મહિકા ગામે મચ્છુ નદીના કાંઠે રાજ્ય સરકાર દ્વારા રેતી માટે લીઝ મંજુર કરવામાં આવેલ હોય જ્યાં બાજુમાં વર્ષોથી ગ્રામ પંચાયત હસ્તકની જમીન ફી ભરીને ખેતી કરવામાં આવતી હતી જો કે ખેડૂતની જમીન રેતી માટેની લીઝમાં આવતી હોવાનો દાવો કરી લીઝ સંચાલકો દ્વારા જમીન ખાલી કરવવા દબાણ કરવામાં આવ્યું જેથી કંટાળી જઈને ખેડૂત પરિવારના યશ હરિભાઈ બાંભણીયા (ઉ.૨૦), કલ્પેશભાઈ વિનોદભાઈ બાંભણીયા અને વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉ.૨૦) એ સજોડે ઝેરી દવા પી લેતા તાત્કાલિક પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યશ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું ધટનાની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસની રાજકોટ હોસ્પિટલ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.
ત્યારે આ બનાવમાં યશ નામના યુવાનના મૃત્યુને પગલે પરિવારમાં આક્રંદ ફેલાયો છે.તો આરોપીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને પરિવારજનો ધરણા પર બેઠા હોવાની માહિતી મળી રહી છે.









