હળવદ તાલુકાના દીધડીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરમાં પાણી લેવા બાબતે થયેલી બબાલ એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે ભાઈ એક સંપ કરી વચેટ ભાઈનું કાસળ કાઢી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચિત્રોડી ગામના વતની મુકેશભાઈ કુકાભાઈ સારલા.(ઉ.વ.૩૫),રઘા ભાઈ કુકાભાઇ સારલા, મુન્ના ભાઈ કુકાભાઈ સારલા ત્રણેય ભાઈઓ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. વાડીમાં પાણીના વારા બાબત ત્રણેય ભાઈઓમાં બોલાચાલી થતાં મંગળવારે સાંજે વાડીમાં પાણીની મોટર ચાલુ કરવા અને પાકને પિયત માટે પાણીના વારા બાબતે ત્રણેય ભાઈઓ વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો જે ઝગડાએ જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં મોટા અને નાના ભાઈએ ૩૫ વર્ષના વચેટ ભાઈ મુકેશભાઈ કૂકાભાઈ સારલા પર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હુમલો કરી ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું.
આ બાનવમાં મૃતકના પત્ની દક્ષાબેન અને તેમના પુત્રને ઇજા પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.જયા વધુની જરૂર જણાતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ધટનાસ્થળે દોડી ગયો હતો.જેમા મૃતકના પત્નીએ દીયર અને જેઠ રધાભાઈ અને મુન્ના ભાઈ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.