મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં હળવદ હાઈવે રોડ પર રાત્રી દરમિયાન મહિન્દ્રા થાર ગાડીના ચાલકે પોતાની ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી આવી પાંચ ભેંસોને ટક્કર મારી હતી. તુરે આ અકસ્માતમાં ત્રણ ભેંસોના ઘટનાસ્થળે મોત નિપજ્યા અને બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે પશુના માલીકની ફરિયાદને આધારે થાર ગાડીના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના હળવદ હાઈવે પર તા. ૭ જુલાઈ ૨૦૨૫ ના રાત્રે અંદાજે ૩ વાગ્યે માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ઉંચી માંડલ ગામની સીમમાં, નેકસોન સિરામિક કારખાનાની સામે રોડ પર, મહીન્દ્રા કંપનીની થાર કાર રજી.નં. જીજે-૩૬-એજે-૮૨૨૬ ના ચાલક દાનાભાઈ રાતડીયા રહે. વાંકળા ગામ તા.જી.મોરબી વાળાએ ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી રોડ ઉપર જઈ રહેલ ફરીયાદી લખમણભાઈ બુટાભાઈ કાટોડીયા ઉવ.૫૫ રહે.ઉંચી માંડલ ગામના પશુપાલકની પાંચ ભેંસોને હડફેટે લેતા, ત્રણ ભેંસોનું મોત થયું અને બે ભેંસને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતની ઘટના અંગે લખમણભાઈ કાટોડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવમાં આવતા પોલીસે આરોપી થાર ગાડીના ચાલક વિરુદ્ધ એમવી એક્ટ તથા બીએનએસ અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.