Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં પુરપાટ ઝડપે જતી ટ્રકે કચડી નાખતા ત્રણ વાછરડાઓના મોત:એક ઈજાગ્રસ્ત

મોરબીમાં પુરપાટ ઝડપે જતી ટ્રકે કચડી નાખતા ત્રણ વાછરડાઓના મોત:એક ઈજાગ્રસ્ત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાવડી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રકે ચાર વાછરડાઓને ટક્કર મારી હતી. જેમાંથી ત્રણનાં મોત નિપજ્યા હતા. જયારે એકને ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વાવડી ચોકડી પાસે રોડ પર પુરપાટ ઝડપે જતા GJ-12-BW-4509 નંબરના ટાંકો (ટ્રક)ના ચાલકે પોતાના હવાલા વાળો ટાંકો (ટ્રક) બેદરકારીથી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર ગાયના વાછરડાઓને ટક્કર મારતા ત્રણ ગાય ના વાછરડાઓને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યા હતા. જયારે એક ગાયના વાછરાડાને શરીરે ઇજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે આરોપીએ ફરિયાદી કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા (રહે.લીલાપર રોડ બોરીચાવાસ મોરબી)નું આશરે ૨૦,૦૦૦/-નું નુકશાન કરતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!