માળીયા(મી): તાલુકાના બગસરા ગામે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા વિપુલભાઇ મનજીભાઇ પીપળીયા ઉવ.૨૪, જયેશભાઇ ઉર્ફે છગન હિરાભાઈ પીપળીયા ઉવ.૨૦ તથા પ્રેમજીભાઇ ઉર્ફે ગડો બાબુભાઇ પીપળીયા ઉવ.૨૫ ત્રણેય રહે. બગસરા તા. માળીયા(મી) વાળાને પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૯૦૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.