રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબીના ત્રાજપર ગામ ખાતેથી ત્રણ પત્તાપ્રેમીઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તતેઓને બાતમી મળી હતી કે, ત્રાજપર ગામમાં બેચરાજી માતાના મઢવાળી શેરીમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા ત્રાજપર ચોરાવાળી શેરીમાં જ રહેતા રવિભાઇ અશોકભાઇ વરાણીયા, ધરમશીભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા તથા જલાભાઇ સિંધાભાઇ ગોલતર નામના ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી રોકડા રૂ.૧,૯૩૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ.૧૨ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આરંભી છે.