માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી જ્યાં રમતા ત્રણ શકુની શિષ્યોને પોલીસે ઝડપી પડ્યા હતા.
આ બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ખીરઇ ગામે આવેલ ગોસીયા મસ્જીદ પાસેની આંગણવાડી નજીક જુગાર રમતા કાદરભાઇ હાસમભાઇ સખાયા, અસલમભાઇ રાસંગભાઇ સામતાણી, સમંદરભાઇ સિકંદરભાઇ સામતાણીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓના કબજામાંથી રૂપીયા-૨૬૫૦ના મુદામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુ.ધા કલમ ૧૨ મુજબ કાર્યવાહી આગળ ધપાવી છે.