મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે.
જેમાં મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયૂર ભાઈ લાભુભાઈ સુરેલા (ઉ.વ.૨૮) વાળા ગઈકાલે બપોરના સમયે પાણી છાંટતા હતા તે દરમિયાન ઇલેક્ટ્રિક શોટ લાગતા તેમને પ્રથમ સારવાર અર્થે મોરબીની આયુષ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓની સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હોય જેથી મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મૃતદેહનું પીએમ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં ખાણ માં વિપુલભાઈ હમીરભાઈ ગેલડીયા વાળો ગાડીની ટ્રોલી સાફ કરતો હોય તે દરમિયાન લોડર વડે ગાડીમાં વેસ્ટ પથ્થરો ભરવાનું કામ ચાલુ હોવાથી પથ્થરો નીચે દબાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં ટંકારા ના સરાયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા રસિકભાઈ નાનજીભાઈ ગલીયાભાઈ તડવી (ઉ.વ.૪૮ રહે.હાલ સરાયા તા.ટંકારા મુ રહે.છોટાઉદેપુર) વાળા ગઈ રાત્રે કલ્પેશભાઈ દુબરીયાની વાડી પાસે વીજ થાંભલા નજીક બેભાન હાલતમાં પડેલ હોય જેની તપાસ કરતા મૃત્યુ પામેલ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.