મોરબી જિલ્લામાં અકસ્માત અને આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલનાં દિવસમાં જ એક સાથે ત્રણ અકાળે મોતના બનાવો અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયા છે.
જેમાં પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર, મોરબીમાં ઇવીટી સ્ટોન નામના મારબલના કારખાને બેલા ગામની નજીક રહેતા મરોતિભાઇ રમેશભાઇ બ્રાહ્મણે ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યા આસપાસ ઉંચાઇએથી પડી જતા મરણ ગયેલ હાલતમા ૧૦૮ મા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવતા ફરજ પર હાજર ડોક્ટરે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરાવી હતી.
જયારે બીજા બનાવમાં વાંકાનેરના હોંડા શો-રૂમની પાછળ ચન્દ્રપુરમાં રહેતા શક્તિસિંહ હરેન્દ્રસિંહ જાડેજા નામના આધેડ ગત તા.૦૭/૧૫/૨૦૨૨ ના રોજ શ્વાસ તેમજ હ્રદય તથા ડાયાબીટીસની બિમારી સબબ વાંકાનેરથી રાજકોટ ગોકુલ હોસ્પિટલમા દાખલ થયેલ હોય જ્યાં સારવાર દરમ્યાન ફરજ ઉપરના ડો.તેજશ કરમટાએ ગત તા. ૧૪/૧૨/૨૦૨૨ ના રોજ તેમને મરણ જાહેર કરતા બનાવ બિમારી સબબ મરણ ગયાનો હોય તેથી વાંકાનેર તાલુકામાં નોંધ કરાવવામાં આવી છે.
જયારે ત્રીજા બનાવમાં હળવદના નવા દેવળીયા ગામની સીમમાં રહેતા સરસ્વતીબેન અર્જુનભાઇ ભીલ નામની આધેડ મહિલાએ ગઈકાલે ખડ ખાવાની રાસાયણીક દવા (બાસાલીન) અગમ્ય કારણોસર પી જતા તેમને સારવારમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.