મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ગઈકાલે દિવસમાં અકાળે મોતના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાતા જિલ્લાભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રથમ બનાવમાં, મોરબીના નાની પીપળી ખાતે રહેતા સંદિપભાઇ પ્રવિણભાઇ રજોડીયા નામના શખ્સને છેલ્લા છ મહીનાથી મગજની બીમારી હોય અને દવા ચાલુ હોય જેથી તેને ગોકુલ હોસ્પીટલમા સારવામા દાખલ કરવામાં આવ્યો હતો. પરતુ મૃતક પોતે માનસીક બીમારીથી કટાળી ગયેલ હોય જેથી પોતાની મેળે પોતાની જાતેથી ગત તા ૧૭/૦૨/૨૦૨૩ ના અઢી વાગ્યાના અરસામા ગોકુલ હોસ્પીટલના ચોથા માળેથી કુદકો મારી નીચે પડી ગયેલ હોય અને શરીરે ઇજા થતા મોરબી સીવીલમા સારવારમા ખસેડવામાં આવ્યો હોય ત્યાથી વધુ સરાવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, મોરબી તાલુકાના જેતપુર રોડ ખાતે આવેલ રેંન્જ સીરામીકના લેબર ક્વાટર્રમા રહેતા સુનીલભાઈ હંસરાજભાઈ સરવૈયા નામના યુવકે પોતાના લેબર ક્વાટરમા ગઈકાલે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેના પીતા હંશરાજભાઈ યુવકને મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવેલ હોય જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, ટંકારાના નેકનામ ખાતે રહેતા અનીતાબેન ગોવિંદભાઇ પીપળાજ નામની પરિણીતાએ ગત તા-૧૩/૦૨/૨૩ ના સવાર ના ૦૮/૩૦ વાગ્યાની આસપસ પોતે પોતાના ગામે હતા. ત્યારે કોઇ કારણોસર તેમણે ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમા ખસેડાતા ઇમરજન્સી વોર્ડમા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજતા ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી ટંકારા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી છે.